Monday, 19 June 2017

અમુક સ્ત્રીઓ બહુ જલ્દી ચિડાયી કેમ જાય છે?


હું મારા friend ને ત્યાં આયો હતો કેમ કે એને અને એની girlfriend એ સરસ જમવાનુ બનાવ્યું તું. હમણાં અહીંયા summer વેકેશન ચાલે અહીંયા એટલે time મળે ખાવાનું બનવાનો. કોઈ ઓળખીતું બહાર ભણવા ગયું હોય એને પૂછશો તો કેહ્શે કે એકવાર semester ચાલુ થયા પછી તો Kapil Sharma જોવાનો પણ time નઈ મળતો. જમવાનું પત્યું એટલે એ લોકો બહાર આંટો મારવા ગયા, અને મને કેહતા ગયા કે કોઈ આવે તો દરવાજો ખોલવો નઈ. ખાસ કરીને Owner. કેમ કે અહીંયા 4 જન ની lease પર પાંચમો રહે તો જાણે એનો કરોડો નો ખજાનો લૂંટી લીધો હોય એવું દુઃખ થાય અમુક owner ને. એટલે મેં કીધું સારું. એમ કહીને હું મારુ કામ-(Coding/ programming) કરવા બેઠો કોમ્પયુટર સામે.

કલાક પછી doorbell વાગ્યો ding dong. આંખો ખુલી એટલે ખબર પડી કે ફરી વાર સુઈ ગયો તો. કોઈ વસ્તુ fix કરો કે જે પેહલા નતી ચાલતી એટલે જાણે જંગ જીતી લીધી હોય એટલો આનંદ થાય અને એ રીતે ખુશ થયી ને લાગે હું ફરી સુઈ ગયો તો. વારસો પેહલા નાનો હતો અને મમી પપ્પા આવી રીતે ઘરે એકલો મૂકીને કૈસે જાય તો 4-5 બેલ ના વાગે ત્યાં સુધી દરવાજો ખોલું જ ના. અને પૂછે કઈ તો એવું કહી દઉં કે ઊંઘતો હતો. હવે જયારે સાચે ઊંઘતો હતો અને 4-5 bell જેવા વાગ્યા કે તરત જ દરવાજો ખોલ્યો. અને જોયું તો સામે owner એની wife સાથે rent receipt આપવાં આયો તો. Owner અવાર નવાર આવતો જતો હોય છે પણ એની wife મહિને એક જ વાર આવે. અને આજે receipt આપવા તો એવી રીતે આયા જાણે કોઈ invitation આપવા આયા હોય. એટલા ખુશ લગતા હતા પેલા chinese aunty.

હવે દરવાજો ખુલી ગયો છે. caretaker એ મને જોયો કે આ બીજો નમૂનો છે. એટલે એનો હાથ સહેજ ખચકાયો મને receipt આપતા. પણ એની wife નું reaction સૌથી અદભુત હતું. "હં ..." કરીને એનું મોઢું ખુલ્લું રહી ગયું. 2 સેકન્ડ સુધી મને એવી રીતે જોયા કરે કે જાણે એનું બેંક લોકર ખોલતા એ મને જોયી ગયી હોય room માં. પછી તરત જ ઝપાટો મારીને એના husband ના હાથ માંથી receipt ખુંચવી લીધી. એ લોકો ને ખબર હતી કે હું આવ જા કરું છું આ ઘર માં. પણ વેકેશન માં ઘર ના બાકીના 2 લોકો lease terminate કરીને જતા રહ્યા અઠવાડિયા પેહલા જ. એટલે એમને 2-4 દિવસ પેહલા જ મારા friends ને કીધું તું કે 2 ના પૈસા માં વધારે લોકો એ નઈ રહેવાનું. chinese માણસ એ મને થોડી શાંતિ થી પૂછ્યું કે where are the other two? અને એની wife મારો જવાબ પતે એ પેહલા જ ગુસ્સો કરવા લાગી No No No... કરીને એના husband ને એને એની ભાષા માં જે ખખડાયો છે બાપ રે બાપ. મનમોહન સિંહ બઉ વારસો પછી યાદ આવી ગયા. પેલો માણસ બિચારો કઈ ના બોલે, એકદમ ચૂપ. chinese મને આવડતી નથી પણ એટલું તો હું સમજી જ શકું કે પેલી આવું જ કઈ બોલી હશે - "ના પડી તી તને કે બાકી ના 2 room ખુલ્લા ના રાખ. બઉ ડાહ્યા બનવાની જરૂર નથી નઈ તો આ લોકો માથે ચડી વાગશે, પણ મારુ તો સાંભળવાનું જ નઈ. અવે હમણાં ને હમણાં બેઉ room ને તાળા મારી દે" પેલો મારો જવાબ સાંભળી ને મારી જોડે કઈ વાત કરવા જાય એ પેહલા જ double જોર થી ફરી તાડુકી ઉઠી "કે એ તો ના જ પાડશે કે પણ એની વાત માં આયા વગર છાનો માનો તાળું મારી દે પેહલા."


Language ભલે ગમે એ હોય પણ બોલવાની રીત થી ખબર પડી જાય કે વહાલ થી વાત કરે છે કે ભઈ ને ખખડાવે છે. તો હું ફરી મારા સવાલ પાર આવું કે પેલી બાઈ આટલી કેમ ચિડાયી ગયી? અને ચિડાયી ગયી તો પણ શું મને ખબર પડે એ રીતે એટલે કે ત્રીજા લોકો જુવે એ રીતે બોલવું જરૂરી હતું? અને માનીયે કે ભલે એ ગમે એ બોલી ચિડાયી ને એટલે શું એના husband પાસે ચૂપ રહી જવા સિવાય બીજો કોઈ રસ્તો નતો? શાહ રૂખ ખાન ની જેમ કંઈક style માં dialogue પણ ના યાદ આવે એ time . પણ બેઉ નું english કાચું હતું એટલે એમના છોકરા ને બોલાયો બેઉ જણા એ મારી સાથે વાત કરવા. એના છોકરા એ મને કીધું કે તારું તો હમજ્યા પણ she is upset seeing rooms open. હું વિચારું upset એટલે એવું તો શું આભ તૂટી પડ્યું કે અર્ધો કલાક થી બાપડી upset છે. તારી જોડે પણ ચીડાયી ને વાત કરે છે. ઘરે એ જે જમવાનું બનાવે છે એ તમે લોકો ખાતા નથી કે શું? fridge માંથી પાણી ની bottle કાઢી ને તમે લોકો રોજ અંદર પાછી નઈ મુકતા કે શું? આટલી upset કેમ? નાના હતા ત્યારે વિટામિન D ઓછું થયી જાય તો સૂર્ય પ્રકાશ માં રમવાની સલાહ આપ તા. આ લોકો માં શું ઓછું થયી ગયુ છે? શું રમવાની સલાહ આપવી જોઈએ એ લોકો ને? અને એ લોકો તો મારા થી મોટા હતા, મારા થી એમને શું સલાહ અપાય?
હા, કદાચ આ લેખ માં જેવી રીતે લાગતો વળગતો હોય કે ના હોય તોય મેં એક ફોટો મુક્યો, સારો લાગે એવો એ રીતે કોઈ રમુજી વાત કરીને ઠંડા પડી દઉં બેઉ જણા ને.

AK 47 માંથી ગોળીયો છૂટે એ રીતે આવા સવાલો કરીને તમને ઘાયલ કરી દેવાનું મારુ કોઈ પ્રયોજન નથી. ગોળીયો છૂટે એ રીતે સવાલો કરીને ગોળીયો થી રાસલીલા કરવી છે. હા, પેલા picture માં રણવીર અને દીપિકા એ કરી કંઇક એવી જ. પણ હું એ picture ની વાત નાઈ કરું કેમ કે એના end માં રણવીર મરી જાય અને એની Maa ને વસવસો રહી જાય છે. એટલે ભગવાન ને યાદ કરીયે. કૃષ્ણ એ કરી કંઈક એવા પ્રકાર ની લીલા પેલો chinese બાપડો કરી શક્યો હોત તો life બઉ જ colorful લાગતે એ લોકો ની. લીલા એટલે કઈ કૃષ્ણ ભગવાન બનવાનું નથી કેતો હું એને. બઉ અઘરું કેવાય એ તો. આપડે કઈ સહેલો જ રસ્તો યાદ કરીયે. 2 minute પેહલા ની જ વાત યાદ કરીયે, receipt આપવા આયા ત્યારે કેટલા ખુશ હતા. એ લોકો ના ય લગન તો થયા જ હતા એ દિવસે એ લોકો કેટલા ખુશ હશે. લગન જવા દ્યો કદાચ nervous પણ હોય એ દિવસ એ બધા બઉ લોકો ને એક સાથે સારું સારું ખાવાનું ખાતા જોઈને કેમ કે પોતે તો ભૂખ્યા બેઠા હોય પલાંઠી વળી ને. એ લોકો નો એક ટેણીયો પણ છે. એ દિવસ એ લોકો કેટલા ખુશ હશે. એટલે હું એમ નઈ કેતો કે time series prediction કરો અને કહો કે ગયી કાલે ખુશ હતા એટલે આજે ખુશ રહેવાના 80-100% chance છે. આવતીકાલે 60-80% chance છે. એટલે શું મહિના પછી ખુશ રહેવાના કોઈ ચાન્સ જ નથી. Dettol પણ 99.99% germs જ સાફ કરે ત્યારે 100% સાચું કોઈ prediction ના કરી શકે. કહેવાનો મતલબ એટલો જ કે હું ગુસ્સો કરવાની ના નથી પાડતો પણ કોઈ ત્રીજો જયારે હાજર હોય ત્યારે એના દેખતા ગુસ્સો કરવાથી જે ગુસ્સો કરે છે એ જ ખરાબ દેખાવાનો છે. અને જે ચુપચાપ સાંભળી લે છે એના પાર લોકો ને દયા જ આવવાની છે.

તો હવે ખબર છે કે ગુસ્સો તો અવાનો જ છે. અને ગુસ્સો જેને આવે કે જે ચુપચાપ સાંભળી લે એ બેઉ ખોટા છે. તો કયો જાદુ કરાય આવી પરિસ્થિતિ માં? હનુમાન ને જામવંત યાદ અપાવે કે અલ્યા હનુમાન તારા માં એટલી શક્તિ છે કે આખો દરિયો પાર કરીને તું જય શકે છે. એ પણ એક જાદૂ છે. એવી જ રીતે કોઈને ગુસ્સો આવે ત્યારે જેના પર ગુસ્સો આવે એ વ્યક્તિ ગુસ્સો કરનાર ને એટલું યાદ અપાવે કે અલ્યા એ... what's wrong with you? પેલી વાત યાદ કર જેમાં આપડે કેટલા ખુશ હતા. અને ગુસ્સો આવે ત્યારે મારા પાર થોડી ગુસ્સો કરાય? પેલો જે ત્રીજો માણસ નવો દેખાય છે ઘર માં એના ભુકા કાઢી નાખીયે આપડે બેઉ ભેગા મળીને, ચાલ.

Humour - ગુસ્સો કોઈ ને પણ આવી શકે. જેટલા યુદ્ધો સ્ત્રીઓ ને ચિડાવા થી થયા છે એટલા જ ઋષિ મુનિઓ એ ગુસ્સે થયી ને લોકો ને શ્રાપ પણ આપ્યા છે અને મહાદેવ એ તો ગુસ્સા માં ને ગુસ્સા માં ગણેશ જી નું જ માથું લઇ લીધું તું. ત્યારે ગુસ્સો તો જ કરજો જો એ માથું પાછું લગાવી આપવાની તાકાત રાખતા હોવ.

No comments:

Post a Comment